જામનગરમાં ઢીચડા ગામની સીમમાં પાણીના ખાડામાં પડી જતા વૃદ્ધનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા મૃતદેહ ને પી.એમ. માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના ઢીચડા ગામ દિગ્વિજય સોલ્ટમાં રહેતા કાદરભાઈ ઉર્ફે કારુભાઈ ઓસમાણભાઈ ખફી (ઉ.વ. 60) નામના વૃદ્ધ શનિવારે સાંજે ઢીચડા ગામથી માધાપુર ભૂંગા દિગ્વીજય સોલ્ટમાં આવેલ વાડી વિસ્તાર માં જવા માટે ચાલીને જતા હોય અને રસ્તામાં ઢીચડા ગામની સીમમાં સમશેર અલીની દરગાહ પાછળ આવેલ પાણીના ખાડા પર અકસ્માતે પગ લપસી જતા પાણીના ખાડામાં પડતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે સદામહુશેન પતાણી દ્વારા જાણ કરતા હે.કો. કે.કે.ગઢવી સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહ ને પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.