Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરમોટી માટલી નજીક ખેડૂત વૃધ્ધ ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

મોટી માટલી નજીક ખેડૂત વૃધ્ધ ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

પુત્રના છૂટાછેડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધોકા અને લાકડી વડે માર માર્યો : ઈજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે ખસેડાયા : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતા વૃધ્ધ ઉપર મનદુ:ખનો ખાર રાખી ત્રણ શખ્સોએ કારમાં આવી લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતાં ગોવિંદભાઈ ભીખાભાઈ મકવાણા નામના શખ્સના દિકરા મુકેશના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતાં જે બાબતનું મનદુ:ખ રાખી ગોવિંદે ગત તા. 22 ના સાંજના 5:30 વાગ્યાના અરસામાં મોટી માટલી થી વરૂડી તરફ જવાના માર્ગ પર ગોવિંદ ભીખા અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ સફેદ કલરની ઈકો કારમાં આવીને ખેડૂત રાજેન્દ્રભાઈ કમાભાઈ ગુગડિયા (ઉ.વ.64) નામના વૃધ્ધને આંતરીને લાકડાના ધોકા અને લાકડીઓ વડે આડેધડ માર મારી શરીરે ઈજા પહોંચાડી હતી અને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો વી.જે. જાદવ તથા સ્ટાફે રાજેન્દ્રભાઈના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular