દિવાળી પહેલા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. સતત વધી રહેલી મોંઘવારીના પરિણામે જનતા પરેશાન છે. તો આજે રોજ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરમાં 266 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે રાહતની વાત એ છે કે વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો અને ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી.
પેટ્રોલીયમ કંપનીઓએ 19કિલોના કોમર્શિયલ LPG ગેસ સીલીન્ડરમાં 266 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં 19કિલો એલપીજી સીલીન્ડરનો ભાવ વધીને રૂ.2000 થયો છે. આ અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ એલપીજીના ભાવમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.તો ઘરેલું એલપીજીના ભાવમાં પણ 15 રૂપિયા વધારી દેવામાં આવ્યા હતા. વધી જતી મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી રાખી છે અને દિવાળી પહેલાં લોકો પર ફરી એકવાર મોંઘવારીનો આંચકો લાગ્યો છે.