જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટિયા નજીકથી પૂરઝડપે બેફિકરાઇથી આવતા ડમ્પર ચાલકે એકટીવા પર જતા વૃધ્ધને ઠોકર મારી હડફેટ લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામમાં મંદિરની બાજુમાં રહેતા ગોવિંદભાઇ વિઠ્ઠલભાઇ નામના વૃધ્ધ રવિવારે રાત્રિના સમયે તેના જીજે25કે 2204 નંબરના એકટીવા પર નાઘેડી ગામના પાટિયા નજીકથી પસાર થતાં હતાં. તે દરમ્યાન પાછળથી જામનગર તરફથી પૂરઝડપે આવી રહેલા જીજે10ટીએક્સ 7279 નંબરના ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં વૃધ્ધને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે સંજયભાઇ ગોવિંદીયા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ.વી. સરવૈયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.