Sunday, September 8, 2024
Homeધર્મ / રાશિરક્ષાબંધનના રાખડી બાંધવાનું શુભ મુર્હુત

રક્ષાબંધનના રાખડી બાંધવાનું શુભ મુર્હુત

- Advertisement -

ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આવતીકાલે ઉજવણી થશે. ઘણા બધા ઋષિમુનિઓનો સ્પષ્ટ નિર્ણય છે કે, ભદ્રા સમયે ‘શ્રાવણી’ એટલે કે, રક્ષાબંધન અને ‘ફાલગુની’ એટલે કે, હોલિકા દહન ના કરવું જોઇએ. ભદ્રાનો વાસ કોઇપણ લોકમાં હોય પણ ભદ્રાનો નિયમ લાગુ પડે છે.

- Advertisement -

મુર્હુત ગ્રંથોમાં બે પ્રકારની ભદ્રાનો ઉલ્લેખ છે. સર્પિણી અને વૃશ્ચિકી શુકલ પક્ષની ભદ્રાને વૃશ્ચિકી કહે છે. વૃશ્ચિકી ભદ્રામાં શુભ કાર્યો કરવાની મનાઇ છે. આ દિવસે વિષ્ટિ ભદ્રા છે. માટે સ્વર્ગ કે નરકમાં ભદ્રા છે. તે અભિપ્રાય રક્ષાબંધનની દ્રષ્ટિએ સ્વિકાર્ય નથી. તેથી મુર્હુત જેવા ગ્રંથો ચર્તુવર્ગ ચિંતામણી, સ્મૃતિ મહર્ણવ, નિર્ણયસિંધુ, ધર્મસિંધુ, સંસ્કારગણપતિ, સ્મૃતિકૌસ્તુભ શાસ્ત્રો વગેરે મુજબ આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટ-2023ના રોજ ભદ્રા પછી રાત્રે 9:02 વાગ્યાથી કરવામાં આવશે.
-જ્યોતિષી જીગર એચ. પંડયા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular