Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 15 સ્થળોએ જૂગાર દરોડામાં 22 મહિલા સહિત 83 ખેલંદા ઝડપાયા

જામનગર જિલ્લામાં 15 સ્થળોએ જૂગાર દરોડામાં 22 મહિલા સહિત 83 ખેલંદા ઝડપાયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, કાલાવડ ગામમાં કૈલાશનગર પાછળ બાવળની ઝાડીઓમાં તીનપતિનો જૂગાર રમતા જેન્તી પોપટ સાવલિયા, રાજેશ કાનજી ઢોકરીયા, પંકજ રમેશ ગઢીયા, મયુર પરસોતમ દોંગા, જયદીપ કાંતિ લુણાગરીયા, સમીર જમન સાવલિયા, મેહુલ મગન ફળદુ, રમણિક ઉર્ફે છોટુ ગણેશ ડોબરીયા નામના આઠ શખ્સોને પીઆઈ વી.એસ. પટેલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.22,970 ની રોકડ રકમ અને રૂા.45,000 ની કિંમતના બે બાઈક તથા રૂા.15,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ અને એક ટોર્ચ સહિત કુલ રૂા.83,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, જામનગર શહેરમાં અંડરબ્રીજ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નવ મહિલાઓને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.27,830 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં રહેતાં મહિલાના ઘરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન આઠ મહિલાઓને રૂા.22,520 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક વાળા રોડ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નરેન્દ્ર ડાયા પરમાર, ભરત દેવજી સોનગરા, સુનિલ કાનજી પરમાર, નીતિન લાલજી નકુમ, અજય ઉર્ફે રાકેશ રવજી પરમાર, અરવિંદ કાનજી પરમાર સહિતના છ શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.12,790 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા વસંતવાટીકા મધુરમ વીરા સોસાયટી શેરી નં.3 માં તીનપતિનો જૂગાર રમતા હિરેન મહેશ ગલાણી, અંકિત બલરામ પાલવાણી, સાગર જગદીશ દુલાણી, ગોવિંદ ઉર્ફે કાનો સંતોષકુમાર ગલાણી, હિતેશ શંકર દુલાણી, પ્રફુલ્લ હરી ગધવા, આકાશ ઉર્ફે આકુ મોહન ગલાણી, સાહિલ જગદીશ દુલાણી, સંજય પરમાણંદ ધનવાણી, રાજેશ હસમુખ દુલાણી નામના 10 શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.12,600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

છઠો દરોડો, જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 58માંથી તીનપતિનો જૂગાર રમતા ભરતસિંહ વકજી પઢીયાર, હરેશ પરષોતમ શેઠીયા, કેતન ઉર્ફે કેતુ વસંત ગોરી નામના ત્રણ શખ્સોને સીટી એ પોલીસ સ્ટાફે રૂા.10,950 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામનગર તાલુકાના બેડ ગામમાં વાડી વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા રમેશ ઉર્ફે ધમો કરશન મકવાણા, મુબારક ઉર્ફે જાકુબ હાસમ બારીયા, જશરાજ ઉર્ફે જગો ઘેલા માતંગ, અસગર ઉર્ફે ડેની સુલેમાન સંઘાર નામના ચાર શખ્સોને રૂા.10,220 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

આઠમો દરોડો, જામનગર શહેરમાં સિધ્ધાર્થનગર શેરી નં.04 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નિતીન જગદીશ પારીયા, મિતેશ ચના પરમાર, કાના સવજી મકવાણા, પ્રકાશ નાનજી પરમાર, જયેશ જગદીશ પારીયા નામના પાંચ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10,150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

નવમો દરોડો, લાલપુર તાલુકાના રીંજપર ગામમાં જાહેરમાં જૂગાર રમતા સતિષ ઉર્ફે સતિયો દેવશી વસરા, ભરત કેશુર ડાંગર, ખીમા રામા વશરા નામના ત્રણ શખ્સોને લાલપુર પોલીસે રૂા.6190 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

દશમો દરોડો, જામજોધપુર તાલુકાના પાટણ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા મનિષ રામા ખસીયા, હરસુખ ભાયા ખસીયા, વનુ અરજણ મકવાણા અને બે મહિલા સહિત પાંચ શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.5230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

અગિયારમો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાંથી જૂગાર રમતા ઈસ્માઈલ ઉમર સુંભણિયા અને ચાર મહિલા સહિત પાંચ શખ્સોને સીક્કા પોલીસે રૂા.4220 ની રોકડ રકમ અને મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બારમો દરોડો, જામનગર શહેરમાં રણજીતનગર જૂના હુડકા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ ચૌહાણ, વિજયસિંહ રણજીતસિંહ ચૌહાણ, આશિષ રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ, વિપુલ લાભશંકર લવા, મનિષ જગદીશ ધનવાણી નામના પાંચ શખસોને સીટી સી ડીવીઝન પોલીસે રૂા.3190 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

તેરમો દરોડો, જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા જિતેન્દ્ર ટપુ સોલંકી, મનિષ વિઠ્ઠલ વરાણીયા, બધા રામા છૈેલાણા નામના ત્રણ શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.2550 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ચૌદમો દરોડો, જામનગર તાલુકાના થાવરીયા ગામમાંથી જૂગાર રમતા દિપક બુધા જેપાળ, શૈલેષ વિરજી જેપાળ, જયેશ લખમણ જેપાળ, જેન્તી પુંજા જેપાળ, શિવરાજસિંહ મહિપતસિંહ કંચવા, નારુભા લાખાજી જાડેજા, વિરજી રામજી જેપાળ નામના સાત શખ્સોને પંચ એ પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.2130 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પંદરમો દરોડો, લાલપુર તાલુકાના બાઘલા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા નરેશ પરબત સોરઠીયા, કલ્પેશ અમરશી સોરઠીયા, કેતન આલા સોરઠીયા નામના ત્રણ શખ્સોને રૂા.1410 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular