Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જૂની અદાવતનો ખાર રાખી ત્રણ વ્યક્તિઓ ઉપર સશસ્ત્ર હુમલો

જામનગરમાં જૂની અદાવતનો ખાર રાખી ત્રણ વ્યક્તિઓ ઉપર સશસ્ત્ર હુમલો

ખુનના ગુનામાં ઝડપાયેલા શખ્સના પિતા સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર છ શખ્સો તૂટી પડયા : તલવાર-કુહાડી-કોયતા-છરી વડે હુમલો : રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના સોનાપુરીથી નાગેશ્ર્વર રોડ પર આવેલી હોટલમાં ઘુસી છ શખ્સોએ મિત્રના ખૂનના ગુનામાં ઝડપાયેલા શખ્સના પિતા સહિત ત્રણ વ્યકિતઓ ઉપર છરી-પાઈપ અને તલવાર વડે હુમલો કરી હોટલમાં તોડફોડ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સોનાપુરી નજીક આવેલી ધવલ રેસ્ટોરન્ટના સંચાલક મનસુખભાઈ ઓધડભાઇ મકવાણા (ઉ.વ.55) નામના પ્રૌઢ તેમને હોટલે હતાં તે દરમિયાન વિમલ રમેશ, ભુરો ઉર્ફે આફતાબ, કરણ ઉર્ફે દેવો ભરવાડ, ફિરોજ મહમદહુશેન, હસુડો ઉર્ફે અસગર અને એક અજાણ્યા સહિતના છ શખ્સોએ હોટલમાં ઘુસી મનસુખભાઈ ઉપર પાઇપ વડે હુમલો કરી હોટલમાં તોડફોડ કરી હતી અને આ શખ્સો દ્વારા તોડફોડ અટકાવવા માટે વચ્ચે પડેલા અઝીમભાઇ અને છત્રપાલસિંહ વચ્ચે પડતા તેના ઉપર છરી, તલવાર, કુહાડી, કોયતા અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ હુમલાની જાણ થતા પીઆઇ કે.જે. ભોયે તથા સ્ટાફે ઘવાયેલા મનસુખભાઈના નિવેદનના આધારે તેનો પુત્ર કિશન અને લાલજી થોડા સમય અગાઉ હુમલાખોરના મિત્ર સાજીદના ખુનના ગુનામાં ઝડપાયા હોય જે બાબતનો ખાર રાખી પૂર્વ આયોજીત કાવતરુ રચી હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધી પોલીસે હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular