Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર પત્રકાર મંડળ દ્વારા પત્રકારો સાથે સરકારી કાર્યક્રમોમાં થતી ઉપેક્ષા અંગે આવેદનપત્ર...

જામનગર પત્રકાર મંડળ દ્વારા પત્રકારો સાથે સરકારી કાર્યક્રમોમાં થતી ઉપેક્ષા અંગે આવેદનપત્ર પાઠવાશે

કલેકટર મારફત મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, કેબિનેટ કૃષિમંત્રી, સાંસદ, ધારાસભ્યોને આવેદનપત્ર અપાશે

- Advertisement -

જામનગરમાં પત્રકારો સાથે સરકારી કાર્યક્રમ દરમ્યાન થતી ઉપેક્ષા અને અવ્યવસ્થાઓ અંગે આજે જામનગર પત્રકાર મંડળ દ્વારા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રી ભૂપે્દ્રભાઈ પટેલ ને સંબોધાયેલું આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે.

- Advertisement -

જામનગર શહેર માં છેલ્લા કેટલાય સમયથી સરકારી કાર્યક્રમ દરમિયાન તંત્ર દ્વારા પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે થતી અવ્યવસ્થા અને ઉપેક્ષા અંગે કલેકટર મારફત મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી,પ્રદેશ ભાજપ અધ્યક્ષ, કેબિનેટ કૃષિમંત્રી, સાંસદ, ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવવામાં આવશે. તાજેતરમાં જ જામનગરમાં રાજ્ય સરકારના રમત ગમત અને યુવા સંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલ વિરાંજલી કાર્યક્રમ દરમિયાન પત્રકારો માટે બેસવાની અને કવરેજ માટેની વ્યવસ્થાનો અભાવ સહિતની સમસ્યાઓ સર્જાઇ હતી. જામનગરમાં યોજાયેલ દેશભક્તિના વિરાંજલી મલ્ટી મીડિયા કાર્યક્રમમાં પત્રકારોની કોઈ વ્યવસ્થા ન હોય તેવું ઉડીને આંખે વળગ્યું હતું. સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંગે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને તંત્રે તમામ વ્યવસ્થા સુચારુ કરી હોવાની માહિતી આપી હતી. ભાજપ દ્વારા પણ આ કાર્યક્રમ માટે પહેલાથી લોકોને આમંત્રણ આપ્યું હતું અને પત્રકારોની વ્યવસ્થા જળવાશે તેવું ત્રણ દિવસ પહેલા ભાજપના સૌરાષ્ટ્રના મીડિયા સંભાળતા નેતાઓએ જામનગર આવી પ્રેસ – મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી. ત્યારે અગાઉ પણ વડાપ્રધાનના કાર્યક્રમમાં અવ્યવસ્થા થઈ હતી. દરેક વખતે સરકારી કાર્યક્રમ હોય કે ભાજપ ના કાર્યક્રમો મીડિયાની વ્યવસ્થા માન સન્માન પૂર્વક જળવાતી નથી.
આ ઉપરાંત અગાઉ પણ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન પણ પત્રકારો માટે યોગ્ય વ્યવસ્થા થઈ ન હતી. છેલ્લા થોડા સમયથી સરકારી તંત્ર દ્વારા પત્રકાર આલમનું વારંવાર અપમાન થાય તેવું વર્તન થઈ રહ્યું છે.

સરકારી તંત્રની અવ્યવસ્થાનો નો પત્રકારોને સામનો કરવો પડી રહ્યો છે. ચોથી જાગીર ગણાતા પત્રકારો દ્વારા સરકારી કાર્યક્રમોનો લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવે છે. પરંતુ કેટલાય સમયથી તેઓ સરકારી તંત્રના આયોજનમાં ભોગ બની રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા સતત મીડિયા જગતની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. સરકારી કાર્યક્રમોમાં માટેની કોઈ વ્યવસ્થા ન હોય અવ્યવસ્થાનો ભોગ મીડિયા જગતના કર્મચારીઓ પત્રકાર બની રહ્યા છે.

- Advertisement -

આ તમામ બાબતોને લઈને કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાશે. જેથી આવનારા સમયમાં પ્રેસ-મીડિયા માટેની વ્યવસ્થા પણ જળવાઈ રહે અને માન સન્માનપૂર્વક પત્રકારોને લોકો સુધી માહિતી પહોચાડવા કામ કરવાની સાનુકૂળતા રહે તે માટે જામનગર પત્રકાર મંડળ દ્વારા આજે સાંજે કલેકટર મારફત આવેદનપત્ર પાઠવી આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular