તાજેતરમાં સરકારી ભરતીઓની તૈયારીઓ કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે લડત આપતાં વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા વિરૂધ્ધ પોલીસ દ્વારા પોલીસકર્મી પર ગાડી ચડાવવાના આરોપમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
જેના વિરોધમાં કાલાવડ તાલુકા રાજપૂત યુવાશકિત સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા યુવરાજસિંહ ઉપર ખોટો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જણાવી તેના ઉપર લાગેલ કલમ 307 દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. જો યુવરાજસિંહને નહીં આવે તો આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.