જામનગરમાં 43-44 દિ.પ્લોટ પવન ચકકી પાસે મેઈન રોડ પર આવેલ કરોડો રૂપિયાની કિંમતની પ્રોપર્ટી જે મુળ સવજી લાલજી ગલૈયાની હતી અને તેણે આ મિલકત તેના પુત્ર જયલેશને વિલથી માલીકી હકકથી આપી હતી અને જયલેશના અવસાન બાદ આ મિલકત તેના પત્નિ ઉર્મિલાબેન ગલૈયાને પ્રાપ્ત થઇ હતી.
ત્યારબાદ આ મિલકતમાં આ માજન પરિવારના જયલેશના બીજાભાઈ જગદીશના પત્નિ ચંપાબેન ગલૈયાએ જામનગર કોર્ટમાં આ મિલકતમાં તેના પતિનો તથા તેનો વારસાઈ હિસ્સો છે અને અમુક ભાગમાં કબ્જો પણ છે તેમ જણાવી આ મિલકતમાં તેનો હિસ્સો અપાવવા અને તેને ડીસપઝેશ કરેલી તેવો વચગાળાનો મનાઈ હુકમ દાવો દાખલ કરી માંગેલ હતો.
હાલનો દાવો દાખલ થયા પહેલા આ મિલકત ગુજ. જયલેશ ગલૈયાના પત્નિ ઉર્મિલાબેને તેની સુવાંગ માલીકી અને કબજાવાળી આ મિલકત જામનગરના ભાનુશાળી અગ્રણી શૈલેષ પ્રભુલાલ નંદા તથા અશોક વિનોદભાઈ મુંજાલને કાયદેસર રજી.દસ્તાવેજ કરી માલિકી અને કબ્જો સુપ્રત કરેલ હતો તેથી સૌપ્રથમ ચંપાબેન ગલૈયાએ અગાઉ ઉર્મિલાબેન ગલૈયા સામે કરેલ ભાગનો દાવો રદ થયા બાદ આ પ્રોપર્ટી ઉર્મિલાબેને ઉપરોકત શૈલેષ નંદા અને અશોક મુંજાલને વેચાણ કરી આપેલ છે તે દસ્તાવેજ ગેરકાયદેસર હોય રદ ઠરાવવા અને તેનો કબ્જો છીનવે નહીં તેવી દાદ માંગતી અરજી જામનગર કોર્ટમાં રજુ કરી હતી.
આ કેસમાં ભાનુશાળી જ્ઞાતિના અગ્રણીઓ વતી જામનગરના સીની. એડવોકેટ અશોકભાઈનંદા હાજર થઈ અનેક પુરાવાઓ રજુ કરી આ મિલકતમાં ચંપાબેન ગલૈયા કે તેના પરીવારના કોઈ વ્યક્તિનો લેશમાત્ર હકક-હિત નથી આ મિલકતમાંથી ચંપાબેનના પતિ જગદીશભાઈએ વર્ષો પહેલા હકક ઉઠાવી લીધેલ છે અને હાલના કાયદેસરના માલીક અને કબ્જેદાર ઉર્મિલાબેન ગલૈયા પાસેથી પુરો અવેજ ચુકવી આ મિલકત ખરીદ કરેલ હોય અને ત્યારબાદ’આ ચંપાબેન જગદીશભાઈ જે જામનગરમાં ગ્રીનસીટીમાં રહેતા હોવા છતા ખોટી રીતે આ મિલકતમાં તેનો કબ્જો છે તેવી રજુઆત કરેલ હોય તે ગ્રાહ્ય રાખવા પાત્ર નથી જેવી રજુઆતો કરી અરજી રદ કરવા દલીલો રજુ કરેલ હતી.
આ મહત્વ પૂર્ણ કેસમાં બંને પક્ષકારો અને રજુ થયેલ પુરાવાઓ ધ્યાને લીધા બાદ જામનગરના સીવીલ જજ સુનીલ મનહરભાઈ કામદાર પ્રતિવાદીના વકીલ અશોક નંદાની દલીલો માન્ય રાખી મહત્વનો ચુકાદો આપતા ઠરાવેલ કે હાલના વાદીનો અગાઉનો દાવો કોર્ટે રદ કરેલ છે અને 1999માં વાદીના પતિએ તેના ગુજ. પિતા સવજીભાઈનું વીલ કબુલ રાખી વાધાં પાછા ખેંચી લીધેલ છે તેવી હકીકતો રેકર્ડ પર આવતી હોય તેમજ આ ચંપાબેને કરેલ અગાઉના દાવામાં તેનું સરનામું અલગ બતાવેલ હોય અને ઉર્મિલાબેને પણ આ દસ્તાવેજ કરતી વખતે સુવાંગ માલીકી અને કબ્જો શૈલેષભાઈ નંદા તથા અશોકભાઈ મુંજાલને સોંપી આપેલ છે તેવી હડીક્તો રેકર્ડ પર આવતી હોય વાદીનો કોઈ પ્રથમ દર્શનીય કેસ ગણતો નથી તેમ ઠરાવી વચગાળાના મનાઈ હુકમની કાયદાની જોગવાઈ અન્વયે વિવેકાધીન સતાઓ અન્વયેની કોઈ દાદ વાદી મેળવવા હકદાર થતા નથી તેમ ઠરાવી તા.19/8/23ના રોજ મનાઈ હુકમની અહીં નામંજુર કરતો મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. કેસમાં પ્રતિવાદી તરફે જામનગરના સિનિ.એડવોકેટ અશોક નંદા તથા તેની સાથે એસો. એડ. પુનમબેન પરમાર રોકાયેલ હતા.