Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અબોલ પશુએ વધુ એક વાહનચાલકનો ભોગ લીધો

જામનગરમાં અબોલ પશુએ વધુ એક વાહનચાલકનો ભોગ લીધો

- Advertisement -

જામનગર શહેરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતો રીક્ષાચાલક યુવાન તેની સીએનજી રીક્ષામાં જાંબુડાથી જામનગર તરફ આવતો હતો ત્યારે ખીજડિયા બાયપાસ નજીક પહોંચ્યો ત્યારે રસ્તામાં ગાય આડી ઉતરતા ચાલકે રીક્ષા પરનો કાબુ ગુમાવી દેતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સ્મશાન પાસે આવેલા સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતાં જયેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલા (ઉ.વ.30) નામનો યુવાન તેની જીજે-10-ટીડબલ્યુ-3889 નંબરી સીએનજી રીક્ષા લઇ જાંબુડાથી જામનગર તરફ બુધવારે સાંજના સમયે આવતો હતો ત્યારે ખીજડિયા બાયપાસ પાસે પહોંચ્યો ત્યારે રસ્તામાં રીક્ષાની આડે ગાય ઉતરતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. જેથી રીક્ષા પલ્ટી ખાઇ જતા ચાલક યુવાન જયેન્દ્રસિંહને શરીરે અને પાંસડામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન શુક્રવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવની પ્રવિણસિંહ દ્વારા જાણ કરાતા હેકો ડી.એલ. કંચવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular