Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતમાં વાવાઝોડાના ખતરા વચ્ચે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાથી લોકો ભયભીત

ગુજરાતમાં વાવાઝોડાના ખતરા વચ્ચે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાથી લોકો ભયભીત

ગુજરાતમાં એક તરફ કોરોના અને બીજી તરફ વાવાઝોડું ત્યારે  આજે ત્રીજી આફતનો પણ સૌરાષ્ટ્રવાસીઓએ સામનો કર્યો છે. આજે વહેલી સવારે ગીર, વેરાવળ, ગીરસોમનાથ, અમરેલી,ઉના, રાજુલા અને જાફરાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યા મોડીરાતથી વહેલી સવાર સુધીમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવનાઓ છે.

- Advertisement -

ભૂકંપની તીવ્રતા  રિક્ટર સ્કેલ મુજબ 4.5 હતી. ભૂકંપનો આ આંચકો વહેલી સવારના 3.33 વાગ્યાની આસપાસ અનુભવાયો હતો.  જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના, ગીર-સોમનાથમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. મહત્ત્વનું છે કે ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા.હજુ સુધી કોઈ નુકશાન થયાના સમાચાર નથી.

ત્યારે હવામાન વિભાગ(IMD) અનુસાર, વાવાઝોડુ આગામી 24 કલાકમાં ખૂબજ તીવ્ર બની શકે છે અને તે સોમવારે સાંજ સુધી ગુજરાતના દરિયા કાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે.  હવામાન વિભાગના અનુસાર તૌકતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગરના મહુવા વચ્ચે વહેલી સવારે ટકરાઈ શકે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular