‘નાટુ-નાટુ’ સોંગને ઓસ્કાર અવોર્ડ મેળવ્યો ત્યારબાદ અસંખ્ય લોકોએ ‘નાટુ-નાટુ’ પર ડાન્સ કરીને વિડીયો પોસ્ટ કર્યા હતા. પરંતુ અમેરિકન પોલીસ ઓફિસર્સ એ આગાઉ જ ‘નાટુ-નાટુ’ પર ડાન્સ સ્ટેપ્સ કર્યા હતા. એક Twitter યુઝરે તે વિડીયો શેર કર્યો હતો જેમાં હોળીના સેલિબ્રેશનનો દિવસ હોય તેવું જોવા મળ્યું હતું. લોકો કલર અને ગુલાલથી રંગાયેલા જોવા મળ્યા હતા.
#California cops are enjoying the the #NaatuNaatu song.🙌🙌🤙🤙 Naatu naatu is everywhere #RamCharan #NTR #RRRMovie #SSRajamouli #RRRForOscars #RRR #GlobalStarRamCharan #NTRGoesGlobal #Oscars #Oscars2023 #letsdance pic.twitter.com/rjRQMrjoTs
— being jagan (@nenavat_jagan) March 11, 2023
ઓસ્કર એવોર્ડસમાં એસ.એસ.રાજામોલી ની RRR ‘નાટુ-નાટુ’ માટે બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ જીતનારી પહેલી ઇન્ડીયન ફિલ્મ બની છે. આ સોંગ સુપરહિટ થયું ત્યારથી આ ધમાકેદાર સોંગ પર ડાંસ કરતા ઘણા વિડીયો વાયરલ થયા હતા. ત્યારે અમેરિકન પોલીસ અધિકારીઓ નો એક વિડીયો પણ ખુબ વાયરલ થયો છે. આ વિડીયોને શેર કરવામાં આવ્યો ત્યારથી તેને લાખો વ્યુઝ અને હજારો લાઈક્સ મેળવી છે.