કલ્યાણપુર ગામે થયેલ દુષ્પ્રેરણા અને આત્મહત્યાના કેસમાં દ્વારકાની અદાલત દ્વારા આરોપીઓ વિરૂધ્ધ ડેકલેરેશન હોવા છતાં પ્રોસિકયુશન પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયા હોય ઠરાવી તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવ્યો છે.
જામનગરના રહેવાસી મધુબેનના લગ્ન કલ્યાણપુરના રહેવાસી શૈલેષભાઈ હેમંતભાઈ શ્રીમાળી સાથે -2005ની સાલમાં થયા હતા, અને લગ્નબાદ તે સંયુકત કુટુંબમાં પતિ, સાસુ, સસરા, નણંદ, દીયર સાથે રહેતા હતા અને ચાર વર્ષના લગ્નજીવન દરમ્યાન તેણીને તેના પતિ શૈલેષભાઈ શ્રીમાળી તેમના સાસુ ગંગાબેન શ્રીમાળી, તેમના સસરા હેમંતભાઈ શ્રીમાળી, નણંદ ભાવનાબેન શ્રીમાળી તથા દેવર રાજેશભાઈ શ્રીમાળી બધાઓ સાથે મળી ગુજરનાર મધુબેન ને ખુબજ શારિરિક માનસિક ટોર્ચર કરતા હતા તથા ઘરની નાની-નાની કામ કાજ બાબતો માં મેંણા-ટોંણા મારતા હતા તથા ઘરનું કામ આવડતુ ન હોય, તેમજ માવતરેથી કાંઈ લઈ આવેલ ન હોય, તેવા મતલ્બનો અસહય દુ:ખ ત્રાસ આપતા હોવાથી તે બાબત સહન ન થતા પોતે પોતાની જાતે કેરોસીન છાટી દિવાસળી ચાપી પોતાની જાતે સળગી જઈ આત્મહત્યા કરવાની કોશિષ કરેલ હતી, તે બાબતે તેણીને પ્રથમ ખંભાળીયાની હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પીટલ માં દાખલ કર્યા હતા અને તેણી પોલીસમાં રૂબરૂ પતિ, સાસુ, સસરા, નણંદ, તથા દેવર સામે ફરીયાદ કરી હતી. તેમજ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂ ડોકટરની હાજરીમાં ડાઈંગ ડિકલેરેશન આપ્યું હતું. તેમજ તેમના માતા-પિતા બન્ને ભાઈઓને આ બાબતની જાણ કરેલ તેવા મતલબની ફરીયાદ કલ્યાણપુર ના પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી. અને ત્યાર બાદ તેઓનું સારવાર દરમ્યાન મુત્યુ થયું હતું અને તે મુજબનાગુન્હા સબબ તમામ આરોપીઓ વિરૂધ્ધ પોલીસ દ્વારકા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર કેસ દ્વારકાની અદાલતમાં ચાલી જતાં, આરોપીઓ વિરૂધ્ધ ડાંઇગ ડેકલેરેશન હોવા છતાં પ્રોસિકયુશન ડાઇંગ ડેકલેરેશન તથા પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયા હોય, તેમજ આરોપીઓ વિરૂધ્ધ આઇપીસી કલમ 306, 498 (એ), 506(2) તથા 114 મુજબનાં કોઈ ચાર્જ અંગેનો ગુન્હો બનતો ન હોય, ડાઇંગ ડેકલેરેશન થતા ન હોય, તેવી તમામ દલીલો આરોપીઓનાવકિલ નીતલ એમ.ધ્રુવની ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓનો નિદો ર્મ છુટકારો ફરમાવેલ છે.
આરોપી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ (એડવોકેટ), ડેનીશા એન, ધ્રુવ (એડવોકેટ),ધર્મેશ વી. કનખરા (એડવોકેટ), તૃષારભાઈ બી. ત્રિવેદી(એડવોકેટ) દિલીપભાઈ દુવા (એડવોકેટ), વિપુલ સી.ગંઢા (એડવોકેટ), તથા આસીસ્ટન્ટ જુનિયર આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી રોકાયેલ હતા.