Tuesday, October 8, 2024
Homeરાજ્યગુજરાતતમામ સહકારી બેન્કોને પબ્લિક ઇશ્યૂ લાવવાની મળશે છૂટ

તમામ સહકારી બેન્કોને પબ્લિક ઇશ્યૂ લાવવાની મળશે છૂટ

- Advertisement -

ગુજરાત સહિત ભારતની તમામ સહકારી બેન્કોને ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેન્કોની માફક સંગીન બનાવવા માટે જૂન 2020માં દેશની સંસદમાં સુધારેલા કાયદા હેઠળ શેર કેપિટલ વધારવા માટે પબ્લિક ઇશ્યૂ લાવવાની છૂટ મળશે. આ પબ્લિક ઇશ્યૂ બેન્ક તેના કાર્યક્ષેત્રની અંદર જ લાવીને તેના થકી બેન્કની શેરમૂડી વધારવા માટે ભંડોળ એકત્રિત કરી શકશે. તેમ જ સહકારી બેન્ક કાચી પડે તો તેને છ મહિના સુધી કોઈપણ કામકાજ કરતી અટકાવી દેવાને બદલે અન્ય મજબૂત સહકારી બેન્કમાં તેનું વિલીનીકરણ કરી દેવાની જોગવાઈ પણ સહકારી બેન્કોને માટે લાગુ કરવામાં આવશે. આપ્રકારના નિયમોના અમલીકરણ માટેની મોડસ ઓપરેન્ડિ તૈયાર કરવા અને સહકારી બેન્કો પણ ટેક્નોલોજીને આધારે જ ચાલતી થાય.

- Advertisement -

તે માટેના સુધારા સૂચવવા માટે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના જ પૂર્વ ડેપ્યુટી ગવર્નરની ચેરમેનશીપ હેઠળ એક કમિટીની રચના કરી છે. રિઝર્વ બેન્ક દ્વારા રચવામાં આવેલી સમિતિ સહકારી બેન્કો પર નિયંત્રણ રાખવામાં નડી રહેલા મુખ્ય અવરોધો અંગે ધ્યાન દોરશે. સહકારી બેન્કાનેે તેમની સામાજિક આર્થિક જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ જતી અટકાવવા માટે શું કરવું તે અંગેની ભલામણો પણ આ કમિટી કરશે. શહેરી સહકારી બેન્ક કાચી પડે તો તેને ઝડપથી પાછી બેઠી કરવા માટે શું કરવું તે અંગે પણ મહત્વના સૂચનો આ કમિટી દ્વારા કરવામાં આવશે. તેમાં એક સૂચન કાચી પડેલી સહકારી બેન્કને ડૂબતી અટકાવવા માટે તેને મજબૂત સહકારી બેન્કમં વિલીન કરી દેવાનો નિર્ણય લેવાની ભલામણ કરવામાં આવી શકે છે. સહકારી બેન્કના ચેરમેનપદે પ્રોફેશનલ આવે તેવી જોગવાઈ પણ અમલમાં મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જ સમગ્ર દેશમાં ચેરમેનના હોદ્દાની ટર્મ કે મુદત એક સમાન આવે ેતવી જોગવાઈ પણ કરવામાં આવશે. તેમાં બહુધા 4-4 વર્ષની બે ટર્મ મટે ચેરમેન પદ પર રહેવાની છૂટ આપવાની ભલામણ કરવામાં આવે તેવી સંભાવના છે. નાના અને મધ્યમ ઉદ્યોગો સહિતના પ્રાયોરિટી સેક્ટરમાં ધિરાણ આપવાની જવાબદારી પૂરી કરવામાં શહેરી સહકારી બેન્કો ઓછી સક્રિય છે. આ મુદ્દે પણ નવી રચોયલી કમિટી ચર્ચા કરીને નિર્ણય લેશે. નબળી બેન્કને સબળી બનાવવા માટે શેરમૂડી ઊભી કરવાની બેન્કોને છૂટ આપવામાં આવશે. શેરમૂડી ઊભી કરવા માટે આપવામાં આવેલી છ માસ જેટલી મુદતમાં કામકાજ પૂરા ન કરી શકનારી સહકારી બેન્કને સહકારી સોસાયટી તરીકે જ કામ કરવા દેવાશે. સહકારી બેન્ક તરીકે તેમને કામ કરવા દેવામાં આવશે નહિ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular