તાજેતરમાં જ ટેસ્લાના માલિક એલન મસ્ક ટ્વીટરના માલિક બન્યા છે. ત્યારે હવે તેઓ કોકા-કોલા કંપની ખરીદવા જઇ રહ્યા છે. અને આ મામલે મસ્કે પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કર્યું છે. અને હવે આ ટ્વીટ દરેક માટે ચર્ચાનો વિષય બન્યું છે. ટ્વિટરના માલિક એલન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદથી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ થયા છે. તેણે ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે કે તે હવે કોકા કોલા ખરીદવા જઈ રહ્યા છે.
એલન મસ્કે આજે ટ્વીટ કરીને જણાવ્યું કે ‘હવે આગળ હું કોકા કોલા ખરીદવા જઈ રહ્યો છું, જેથી હું તેમાં કોકેઈન નાખી શકું.’ બાદમાં તેઓએ આ ટ્વીટનો સ્ક્રીનશોટ શેયર કરીને લખ્યું કે સાંભળો, હું ચમત્કાર નથી કરી શકતો.
Next I’m buying Coca-Cola to put the cocaine back in
— Elon Musk (@elonmusk) April 28, 2022
ઉલ્લેખનીય છે કે એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યુ છે. એલને ટ્વિટર ખરીદ્યા પછી કહ્યું કે ટ્વિટર એ ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતા વિશે વાત કરવામાં આવે છે અને તેની ચર્ચા થાય છે. અમે ટ્વિટરને નવી અને વધુ સારી સુવિધાઓ સાથે આગળ વધારવા માંગીએ છીએ.