Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયન્યુજર્સીનું અક્ષરધામ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મંદિર

ન્યુજર્સીનું અક્ષરધામ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મંદિર

8મી ઓકટોબરે મંદિરનું ઉદઘાટન: 183 એકરમાં ફેલાયેલુ છે ટેમ્પલ

- Advertisement -

ન્યુજર્સીમાં દુનિયાનું સૌથી મોટુ (ભારતની બહાર) મંદિરનું નિર્માણ થયુ છે જેનું ઉદઘાટન 8 ઓકટોબરે થશે. કંબોડિયામાં 12 મી સદીમાં બનેલ અંકોરવાટનું મંદિર દુનિયાનું સૌથી મોટુ હિન્દૂ મંદિર છે. સાથે સાથે તે યુનેસ્કોનું વિશ્વ ધરોહર સ્થળ પણ છે.

- Advertisement -

ન્યુજર્સીમાં અક્ષરધામ મંદિરનુ નિર્માણ 2011 માં શરૂ થયુ હતું.તેમાં નિર્માણમાં ચાર પ્રકારનાં પથ્થરોનો ઉપયોગ થયો છે. જેમાં ચુનાનો પથ્થર, ગુલાબી રેત પથ્થર, આરસ અને ગ્રેનાઈટ પથ્થર સામેલ છે. ઉલ્લેખનિય છે કે, 183 એકરમાં ન્યુજર્સીમાં બનેલુ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ફેલાયેલુ છે. જયારે અંકોરવાટનું મંદિર 500 એકરમાં ફેલાયેલુ છે. દિલ્હીનું અક્ષર મંદિર 100 એકરમાં ફેલાયેલુ છે. ન્યુજર્સીમાં અક્ષરધામ મંદિર પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર બનાવાયું છે. મંદિરમાં 10 હજાર મૂર્તિઓ છે જે આમજન માટે 18 મી ઓકટોબરે ખુલ્લુ મુકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular