Sunday, January 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીયહવાઈ દળમાં જાસૂસી નેટવર્કનો પર્દાફાશ

હવાઈ દળમાં જાસૂસી નેટવર્કનો પર્દાફાશ

ભારતીય હવાઈ દળમાં જાસુસીનાં એક નેટવર્કનો પર્દાફાશ કરતા દિલ્હી પોલીસ હની ટ્રેપ મારફત હવાઈદળના એક જવાનને ફસાવીને તેના મારફત મહત્વની અને સંવેદનશીલ માહીતી મેળવવાનો પ્રયાસ નિષ્ફળ બતાવે છે અને તેમાં પાકની કુખ્યાત જાસુસી આઈએસઆઈની ભુમિકા હોવાની શંકા પરની તપાસ શરૂ થઈ છે. હવાઈ દળમાં ફરજ બજાવતાં દેવેન્દ્ર શર્મા નામનાં જવાનની આ બારામાં ધરપકડ કરી પૂછપરછ થઈ રહી છે. પોલીસે આ અંગે આરોપીનાં પત્નિના બેન્ક ખાતામાં કેટલાંક શંકાસ્પદ વ્યવહારોની પણ તપાસ કરી છે.

- Advertisement -

આ જવાન હનીટ્રેપમાં ફસાયો હતો અને તે અંગે દિલ્હી પોલીસ પાસે બાતમી પહોંચતા તેના પર વોચ ગોઠવાઈ હતી અને હવે તેની સાથે આ પ્રકારનાં ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે અને કોઈ સંવેદનશીલ માહીતી લીક છે કે કેમ તેની તપાસ શરૂ થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular