આજે ભારતીય વાયુસેના તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. એરબેઝની બહાર પહેલીવાર ચંદીંગઢના પ્રસિદ્ધ સુખના લેકના આકાશમાં એરકોર્સનું શક્તિ પ્રદ્શન જોવા મળશે, જેની ગર્જના ચીનની સરહદોથી લઇને પાકિસ્તાન સુધી સંભળાશે. આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મું અને રક્ષામંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. આ વર્ષે એરકોર્સ ડેને બે ભાગમાં વહેચવામાં આવ્યો છે. આજે સવારે ચંદીગઢ એરબેઝ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ પરેડની સલામી લઇ અને એરમેનને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન એરબેઝ પર હેલિકોપ્ટરના બે ફોર્મેશનનો ફલાય પાસ્ટ પણ થયો હતો. આ સિંવાય એરમેનને વીરતા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જયારે આ ખાસ અવસર પર એરફોર્સ ચીફ એરફોર્સના નવા કોમ્બેટ યુનિફોર્મનું પણ વિમોચન કર્યું હતું.
અત્યાર સુધી એરકોર્સ ડે પરેડ અને ફલાય-પાસ્ટ રાજધાની દિલ્હીને અડીને આવેલા હિંડન એર બેઝ પર થતો હતો, પરંતુ આ વર્ષથી ફલાય પાસ્ટને એરબેઝની બહાર ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ચંદીગઢના સુખના લેક પર આ ફલાય પાસ્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ દરમિયાન એરકોર્સ ચીકની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે.એરફોર્સના જણાવ્યા અનુસાર, આ વર્ષે ફલાય પાસ્ટ બપોરે 2.45 વાગ્યાથી શરૂ થઇને સાંજે 4.44 સુધી ચાલશે. એરબેઝની બહાર ફલાય પાસ્ટ કરાવવા પાછળનો હેતુ વધુને વધુ લોકો એરફોર્સની એર-પાવર જોઇ શકે તેવો છે. આ વર્ષે 75 એરક્રાફટ ફલાય પાસ્ટમાં ભાગ લેશે, જ્યારે 9 એરક્રાક્ટને સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે, એટલે કે કુલ 84 કાઈટર જેટ, હેલિકોપ્ટર અને મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફટ સુખના તળાવ લેક આકાશમાં જોવા મળશે. આમાં, રાફેલ ફાઇટર પ્લેનથી લઇને સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રથમ વખત ભાગ લેશે.