Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરહાપા માર્કેટીંગ યાર્ડ સરકારી ટેકાના ખરીદી સેન્ટરની મુલાકાતે કૃષિમંત્રી - VIDEO

હાપા માર્કેટીંગ યાર્ડ સરકારી ટેકાના ખરીદી સેન્ટરની મુલાકાતે કૃષિમંત્રી – VIDEO

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી : સરકારની યોજનાઓનો લાભ લઈ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવા અપીલ કરી

- Advertisement -

જામનગના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે સરકારી ટેકાની ખરીદી સેન્ટરની રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી અને આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવા અને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના હાપામાં આવેલા માર્કેટીંગ યાર્ડમાં શરૂ કરાયેલ સરકારી ટેકાની ખરીદીના સેન્ટરની આજે રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન તેણે જિલ્લાના ખેડૂતોની સાથે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી ખેડૂતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડતી હોય તો તે અંગે વાતચીત કરી તેનું નિવારણ કરવાની ખાતરી આપી હતી. કૃષિમંત્રીએ ખેડૂતોને બાગાયતી પાક તરફ વળવાની અને નેનો યુરિયાનો વપરાશ કરવા તથા ડ્રોનથી દવાનો છંટકાવ કરવાની સલાહ આપી હતી. ઉપરાંત પાણીનો બચાવ કરવા માટે ડ્રીપ સીસ્ટમથી સિંચાઇ કરવાની સલાહ આપી હતી. આ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે. જેથી ખેડૂતો આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરી ખેતી કરે તો ખેડૂતોને પણ ફાયદો થાય અને ઉપજ વધુ મળે તેવી સુવિધાઓ ખેડૂતો માટે સરકારે કરી છે. ઉપરાંત રાજ્ય કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે, એક ગાય ત્રીસ એકર જમીનનું સિંચન કરે છે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરી સારી અને વધુ ઉપજ મળે તેવી સલાહ આપી હતી.

- Advertisement -

રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે સતત ચિંતીત છે ઉપરાંત દેશભરના ખેડૂતો આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરી વધુ પાક મેળવે અને ખેડૂતો વધુ સમૃધ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ જાહેર કરાઈ છે. જેનો લાભ લેવા માટે રાજ્યમંત્રીએ ખેડૂતોને અપીલ કરી હતી. ઉપરાંત આજે માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલા સરકારી ટેકાની ખરીદીના સેન્ટરની મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી એ ખેડૂતો સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરી અને સરકારની યોજનાઓનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે તે માટે અપીલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular