રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ, મત્સ્ય ઉદ્યોગ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલતા ચણા તથા રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખરીદ-વેંચાણ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. મંત્રીએ આ તકે ચણા તથા રાયડાની થયેલ આવક, થયેલ નોંધણી, ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાઓ, કાર્યપદ્ધતિ અંગે ઉપસ્થિત ખેડૂત ભાઈઓ સાથે ચર્ચા કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ પોતાની જણસ વેચવા આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની કાળજી લેવા યાર્ડના પદાધિકારીઓને સૂચન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, માર્કેટિંગ યાર્ડ ધ્રોલના પ્રમુખ દેવકરણભાઈ ભાલોડિયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય મનસુખભાઈ ચભાડીયા, નવલભાઈ મૂંગરા, પોલુભા જાડેજા, સમીરભાઈ શુક્લ, મહાવીરસિંહ જાડેજા, ડી.ડી. જીવાણી, ભીમજીભાઈ મકવાણા, રસિકભાઈ ભંડેરી, મયુરસિંહ જાડેજા, જયંતીભાઈ કગથરા સહિતના આગેવાનો જોડાયા હતા