રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલએ દયારામ લાયબ્રેરીની તા. 10ના રોજ મુલાકાત લીધી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ મનહરભાઇ ત્રિવેદી, મંત્રી પ્રફુલ્લભાઇ મહેતા તથા ખજાનચી વિનુભાઇ ધ્રુવએ તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્થાના પ્રમુખ દ્વારા કેબિનેટમંત્રીનું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છથી અને ખજાનચી દ્વારા પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું હતું. પ્રમુખ તથા મંત્રી દ્વારા સંસ્થાનો પરિચય આપ્યો હતો. રાઘવજીભાઇ પટેલ દ્વારા પ્રસંગને અનુરુપ પ્રવચન આપવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ, મંત્રી, ખજાનચી તથા કારોબારી સભ્યો જગતભાઇ રાવલ, પૂર્વમેયર હસમુખભાઇ જેઠવા, પૂર્વ કોર્પોરેટર કમલેશભાઇ સોઢા, કોર્પોરેટર ક્રિષ્નાબેન સોઢા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન પ્રફુલ્લભાઇ મહેતાએ કર્યું હતું.