જામનગર ખાતે જેએમએ (Jamnagar Mutual Fund Distributor Asso.),, દ્વારા હોટેલ સૈયાજી માં એજીએમ (વાર્ષિક સામાન્ય સભા) નું આયોજન થયું હતું. આ એજીએમમાં અતીનભાઈ શેઠે 2024-25 નાણાકીય વર્ષ ના વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા અને હાજર રહેલા મેમ્બર દ્વારા સર્વાનુમતે પાસ કર્યા હતા. અલ્પેશ કાનાણી એ જો એમએફડી સાથે સીએફપી પણ છે એણે ઇક્વિટી મ્યુ. ફંડ કેમ સિલેક્ટ કરવા ઉપરાંત અમુક ટેક્નિકલ પેરામીટર ઉપર ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી અને મ્યુ. ફંડના પ્રોફેશનમાં એનો કેમ ઉપયોગ કરવો એ સમજાવ્યું હતું.
આ સિવાય પ્રતિષ્ટિત પાંચ એમએફડીનું પેનલ ડિસ્કસન રાખ્યું હતું. જેનું સંચાલન અતિનભાઈ શેઠે કર્યુ હતું. જેમાં જિનેશ દોશી, સમીરભાઈ દાણીધારીયા, ભાવિબેન નંદા, શ્રેયાંશ શાહ અને તુષાર કણસાગરા એ ભાગ લીધો હતો. આખા પ્રોગ્રામ નું સંચાલન કોમલબેન રાઠી દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગર ના 97 જેટલા મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હાજર રહ્યા હતા.
ઉપરાંત આ પ્રસંગે જેએમએના પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, નિરવ ઓઝા, જ્યોતિરાજા સોઢા, મન વાજા, દિપક પુંજાણી, જૈનિક ભાઈ અદાણી SKIFAAના પ્રેસિડન્ટ જયેશભાઈ પત્તાની, રાજકોટથી ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ પેનલના મેમ્બર ચેતનભાઈ નંદાણી અને જિગ્નેશભાઈ ગોવાણી, દીપકભાઈ રસાદીયા સહિતના ઉપસ્થિત રહયા હતા.


