Sunday, December 22, 2024
Homeબિઝનેસશેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી રૂખ યથાવત્.…!!

શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી રૂખ યથાવત્.…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૩.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૪૪૧.૦૭ સામે ૫૦૭૧૪.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૩૯૬.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧૫.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૪.૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૦૨૫.૪૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૬૯.૦૦ સામે ૧૫૦૭૫.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૯૫૩.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૬.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૬.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૧૪૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના સંક્રમણના નવા વેવ વચ્ચે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામને પણ સરકારે વેગ આપતાં અને વડાપ્રધાન સહિતના અગ્રણી નેતાઓ, કોર્પોરેટ ટાયકૂનો દ્વારા વેક્સિન લેવાતાં આગામી દિવસોમાં કોરોનાને અંકુશમાં લેવામાં સફળતા મળવાની અપેક્ષા અને દેશમાં આર્થિક પ્રવૃતિ વધી રહી હોઈ અને આગામી દિવસોમાં આઇઆઇપી અને ફુગાવાના ડેટા જાહેર થવાના હોવાથી જો આઇઆઇપીના ડેટા સુધારાના રહેશે તો આર્થિક ગ્રોથમાં વધુ સુધરવાના સંકેતે ફંડોએ આજે ભારતીય શેરબજારમાં તેજી કરી હતી.

- Advertisement -

સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવો એપ્રિલ ૨૦૧૯ પછીની સૌથી ઊંચી સપાટીએ ટ્રેડ થતાં વૈશ્વિક શેરબજારમાં સાવચેતીનો માહોલ સાથે સ્થાનિક સ્તરે આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી પૂર્વે સાવેચતી આગળ વધતી જોવા મળી હતી. અમેરિકા દ્વારા જંગી રાહતનું પેકેજ જાહેર કરવામા આવ્યું હોવા છતાં તેની અસર વૈશ્વિક શેરબજારમાં ન જોવાતા રાહતના પેકેજ પછી પણ અમેરિકન ઇકોનોમીમાં ટર્નરાઉન્ડ કેટલું ઝડપથી આવશે તે કહેવું મુશ્કેલ છે. અમેરિકન ફેડરલ રિઝર્વની આગામી મીટિંગમાં વધતાં બોન્ડ યીલ્ડ માર્કેટની સ્થિતિમાં સમાવેશક વલણ જાળવી રાખે છે કે કેમ તેની પર વૈશ્વિક બજારની નજર રહેશે.

મિડકેપ તેમજ સ્મોલકેપ શેરોમાં વેચવાલી રહેતા તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, ફાઈનાન્સ, આઇટી, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૫ અને વધનારની સંખ્યા ૧૨૫૯ રહી હતી, ૧૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સતત વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક અને અન્ય સાથી દેશોએ હાલની કાચા તેલની ઉત્પાદન ક્ષમતામાં એપ્રિલ સુધી કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેતા ઓપેક દેશોના આ નિર્ણયથી ભારત સરકારની મુશ્કેલી વધી શકે છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સર્વોચ સપાટી સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત નીચા વ્યાજ દર અને ઊંચી પ્રવાહિતતા જાળવી રાખવાના ફેડના પગલાંથી પણ બજારના સેન્ટિમેન્ટ્સમાં રાહત અનુભવાશે જોકે, બજારના નરમ વલણ વચ્ચે એકંદરે બજારમાં કોન્સોલિડેશન અથવા વધુ કરેક્શન જોવાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે, પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાને લઈ મોંઘવારી વધુ અસહ્ય બનવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાવાની પૂરે પૂરી સંભાવના છે. જેથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. તા.૧૦.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૯.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૧૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૨૦૨ પોઈન્ટ થી ૧૫૨૩૨ પોઈન્ટ ૧૫૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૯.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૯૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૦૦૮ પોઈન્ટ થી ૩૬૨૭૨ પોઈન્ટ, ૩૬૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૩૬૮ ) :- કમર્શિયલ વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૧૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૯૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૮૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૧૯ થી રૂ.૯૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૮૫૪ ) :- રૂ.૮૨૮ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના બીજા સપોર્ટથી ફાર્મા રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૮ થી રૂ.૮૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સન ટીવી ( ૪૯૦ ) :- બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૦૫ થી ૫૧૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા મોટર ( ૩૧૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કમર્શિયલ વિહિકલ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૩૦ થી રૂ.૩૩૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટોરેન્ટ ફાર્મા ( ૨૪૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૨૪ થી રૂ.૨૪૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૧૦૨ ) :- રૂ.૧૧૨૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૭૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૬૪ ) :- કોમોડિટી કેમિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ. ૭૮૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૪૪ થી રૂ.૭૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલીકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૦૮ થી રૂ.૪૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( ૩૩૪ ) :- ૩૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૧૮ થી રૂ.૩૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular