દેશમાં આજે કોરોના વેક્સીનના બીજા તબ્બકાની શરૂઆત થઇ ગઈ છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 થી 59ની વય ધરાવતા ગંભીર બીમારી વાળા લોકોને વેક્સીન આપવામાં આવશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કોરોનાની રસી લીધી હતી. ત્યારબાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ કોરોનાની વેક્સીન લગાવી છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે પટનાની IGIMS હોસ્પિટલમાં કોરોના વેક્સિન લગાવી છે. બિહાર એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં તમામ સરકારી હોસ્પિટલોની સાથે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ કોરોનાની વેક્સીન વિનામૂલ્યે તમામ લોકોને આપવામાં આવશે. ભારતના અન્ય રાજ્યોમાં માત્ર સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવશે.
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રણ સોમવારે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લગાવ્યો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી AIIMSમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વડાપ્રધાને સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે.