Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં ઇંગ્લીશ પછી હવે, આફ્રિકન-બ્રાઝિલિયન કોરોનાની એન્ટ્રી !

દેશમાં ઇંગ્લીશ પછી હવે, આફ્રિકન-બ્રાઝિલિયન કોરોનાની એન્ટ્રી !

- Advertisement -

કોરોના વાઈરસમાં UK વેરિએન્ટ બાદ હવે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલ વેરિએન્ટનો ડર સામે આવ્યો છે. ICMRના વડા બલરામ ભાર્ગવે કહ્યું કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં SAS-CoV-2ના વેરિએન્ટ અંગે માહિતી મળી છે. કોરોનાની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે ટ્રાયલ ચાલી રહ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલના વેરિએન્ટ, UKના વેરિએન્ટથી અલગ છે. ઈન્ડિયન સેન્ટર ફોર મેડિકલ રિસર્ચ ના વડા બલરામ ભાર્ગવે કહ્યું કે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા 4 લોકોમાં દક્ષિણ આફ્રિકન સ્ટ્રેનની પૃષ્ટી થઈ છે. સંપર્કમાં આવેલ તમામ યાત્રીઓ અને તેમના સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને તેમને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.

- Advertisement -

મહારાષ્ટ્રમાં 42 દિવસ બાદ ફરી એક વખત કોરોના વાઈરસના કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. અત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના 3થી 4 હજાર કેસ સામે આવવા લાગ્યા છે. મુંબઈમાં પણ સ્થિતિ બગડી રહી છે. આ સંજોગોમાં BMCના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું છે કે જો લોગો કોવિડ-19ને લગતા નિયમોનું પાલન નહીં કરે તો મુંબઈમાં ફરી વખત લોકડાઉન લાગૂ કરવામાંઆવી શકે છે.

તેમણે કહ્યું કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો માસ્ક પહેરતા નથી,જે એક ચિંતાની બાબત છે. લોકો કોરોનાને લગતી સાવચેતી દાખવે અન્યથા શહેરમાં ફરી વખત લોકડાઉન લાગૂ કરવામાં આવી શકે છે.

- Advertisement -

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાઈરસના 4,092 નવા કેસ આવ્યા હતા. જ્યારે 40 સંક્રમિતોના મૃત્યુ થયા હતા. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં સંક્રમણના કુલ કેસ 20,64,278 થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક 51,529 થયો છે.

દેશમાં કોવિડ-19 વૈશ્વિક મહામારીની સ્થિતિને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMRએ મંગળવારે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. અહીં જાણકારી આપવામાં આવી છે કે દેશમાં કોરોનાના UK સ્ટ્રેનથી સંક્રમિત 187 કેસ છે અને 24 દેશોને ભારતે વેક્સિન પહોંચાડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે અત્યાર સુધીમાં એક લાખ 70 હજાર 678 લોકોને બીજી વખત વેક્સિન આપવામાં આવી છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ 1.40 લાખથી ઓછા દર્દી રહ્યા છે. ભૂષણે જણાવ્યું કે દેશના કુલ સક્રિય કેસોની બાબતમાં 72 ટકા કેસ બે રાજ્યમાંથી છે.

- Advertisement -

તેમા કેરળ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. કેરળમાં કોરોના સંક્રમણના 61,550 સક્રિય કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેની સંખ્યા 37,383 છે. ભૂષણે જણાવ્યું કે દેશમાં છેલ્લા સાત દિવસમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 56 નવા કેસ સામે આવ્યા છે.

દેશ માટે સારા સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં 188 જીલ્લા એવા છે જ્યાં છેલ્લા 7 દિવસમાં સંક્રમણના કોઈ જ નવા કેસ સામે આવ્યા નથી. 76 એવા જીલ્લા છે કે જ્યાં છેલ્લા 28 દિવસથી કોઈ જ સંક્રમિત મળ્યા નથી. સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના દર્દી મળવાની ઝડપ ઘણી ઓછી થઈ ગઈ છે. ભારતમાં રિકવરી રેટ 97.29 ટકા થઈ ગઈ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.43 ટકા રહી ગયો છે.

દેશમાં અત્યાર સુધીમાં 85 લાખ 16 હજાર 385 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ પૈકી 97 હજાર 732 લોકો એવા છે કે જે જેમને વેક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવી ચુક્યો છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તેમા 61 લાખ હેલ્થ કેર વર્કર્સ અને 23 લાખ ફ્રન્ટ લાઈન વર્કર્સનો સમાવેશ થાય છે. તેમા 35 લોકોને વેક્સિન આપ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 21 લોકોને સારવાર બાદ ડિસચાર્જ કરવામાં આવ્યા છે. 3 વ્યક્તિની સારવાર કરવામાં આવી રહી છે. વેક્સિનેશનના 31 દિવસમાં 11 લોકોના મૃત્યુ થયા છે.

ત્રણ દિવસ સતત એક્ટિવ કેસ વધ્યા બાદ સોમવારે રાહતના આંકડા જોવા મળ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,864 નવા કોરોના સંક્રમિત મળ્યા છે. 11 હજાર 576 લોકો રિકવર થયા છે અને 72 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 1 કરોડ 9 લાખ 25 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 1 લાખ 55 હજાર 840 દર્દીના મૃત્યુ થયા છે. 1 લાખ 34 હજાર 33 દર્દી એવા છે કે જે જેમની સારવાર ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular