Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરએક માસના વિરામ બાદ પીજીવીસીએલ દ્વારા ફરી વીજ ચેકીંગ

એક માસના વિરામ બાદ પીજીવીસીએલ દ્વારા ફરી વીજ ચેકીંગ

53 વિજ જોડાણમાંથી રૂપિયા 23.95 લાખની વીજ ચોરી ઝડપાઇ

- Advertisement -

જામનગર શહેરમાં એક માસના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 34 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. શહેરમાં ચેકિંગ દરમિયાન 53 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને 23.95 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.

- Advertisement -

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે જામનગર શહેરના ધરાર નગર, બેડેશ્વર, નીલકમલ સોસાયટી, હનુમાન ટેકરી, વામ્બે આવાસ, ગાંધીનગર અને વાલસુરા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 34 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 10 નિવૃત આર્મી મેન અને 10 પોલીસના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા.

સમગ્ર દિવસ દરમિયાન કુલ 341 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 53 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા 23.95 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા સીટી અને રૂરલ એરિયામાં પણ વિજચેકિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular