Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીય48 કલાકના વિરામ પછી ફરી, લોકો પર ભાવવધારાનો બોજ

48 કલાકના વિરામ પછી ફરી, લોકો પર ભાવવધારાનો બોજ

- Advertisement -

બે દિવસના જ વિરામ બાદ ફરી એક વાર જનતા પર પેટ્રોલિયમમાં ભાવવધારાનો બોજ ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં લિટરે વધુ 3પ પૈસાનો વધારો કરાતાં અગાઉ જ સર્વકાલીન ઊંચી સપાટી પરની કિંમતો ઓર ઉપર ગઈ છે. આ સાથે જ ફેબ્રુઆરીમાં જ પેટ્રોલમાં રૂા.4.63નો અને ડીઝલમાં રૂા.4.84નો તીવ્ર ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. દરમ્યાન, વધતા આક્રોશ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એવો બચાવ કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવ વધવાને કારણે ઘરેલુ બજારમાં કિંમતો વધી રહી છે.

- Advertisement -

નવા વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂા. 90.93 જ્યારે ડીઝલના ભાવ રૂા. 81.32 થયા છે જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત સદી ફટકારવા તરફ આગળ વધી છે અને કિંમત રૂા. 97.34 થઈ છે જ્યારે ડીઝલના ભાવ રૂા. 88.44 થઈ ગયા છે.ઉલ્લેખનીય છે કે ક્રુડ તેલની કિંમત વધીને પ્રતિ બેરલ 66 ડોલરને પાર થઈ ગઈ છે અને ભારત તેની તેલની જરૂરિયાતના 8પ ટકા પુરવઠો બહારથી મંગાવે છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અગાઉ જ પેટ્રોલના ભાવ સદીને આંબી ગયા છે અને વધતા ભાવથી લોકો ત્રાહિમામ બન્યા છે. દરમ્યાન, પ્રધાને દાવો કર્યો હતો કે કોરોના વાયરસને કારણે તેલના ઉત્પાદન પર અસર થઈ હતી. અમે પેટ્રોલિયમની કિંમતોને જીએસટી અંતર્ગત લાવવા માટે જીએસટી પરિષદને સતત અનુરોધ કરી રહ્યા છીએ જો એવું થશે તો લોકોને ફાયદો થશે.

- Advertisement -

સતત બાર દિવસ સુધી દેશની જનતા પર ઈંધણમાં ભાવવધારાનો બોજ નાખ્યા બાદ બે દિવસ સુધી વધારા પર બ્રેક લાગી હતી પણ ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકી દેવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular