Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : બાળાઓ દ્વારા સળગતી ઇંઢોળી સાથે માતાજીની આરાધના

Video : બાળાઓ દ્વારા સળગતી ઇંઢોળી સાથે માતાજીની આરાધના

પંચેશ્વર ટાવર વિસ્તારમાં યુવક દ્વારા વડાપ્રધાનનું માસ્ક પહેરી રાસ

- Advertisement -

જામનગર શહેરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રિ પર્વની ઉજવણી થઇ રહી છે. બાળાઓ દ્વારા પ્રાચીન ગરબીઓમાં વિવિધ અવનવા રાસ યોજાઇ રહ્યા છે. ત્યારે ગઇકાલે પાંચમાં નોરતે શહેરની પ્રાચીન ગરબીમાં બાળાઓએ સળગતી ઇંઢોળી લઇ રાસ રમ્યા હતા. તો યુવકોએ સળગતા અંગારા વચ્ચે મશાલ રાસ દ્વારા આકર્ષણ જગાવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -

માઁ આદ્ય શક્તિની આરાધનાનું પર્વ એટલે કે, નવરાત્રિની ઉજવણી થઇ રહી છે. સૌથી લાંબા પર્વ એવા નવરાત્રિને લઇ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરની શેરી-ગલીઓ ચાચરના ચોક બન્યા છે. વિવિધ પ્રાચીન ગરબીઓમાં બાળાઓ માતાજીની આરાધના કરી રહી છે. અર્વાચિન ગરબીની સાથે સાથે આજે પણ પ્રાચીન ગરબીએ તેનું સ્થાન અકબંધ રાખ્યું છે. શેરી-ગલીઓમાં અનેક નાની-મોટી પ્રાચીન ગરબીઓ આજે પણ એટલી જ પ્રસિધ્ધ છે. ક્યાંક તલવાર રાસ તો ક્યાક સળગતી ઇંઢોળી અને મશાલ રાસ દ્વારા બાળાઓ અને યુવકો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
જામનગરના કડિયાવાડ વિસ્તારમાં રાંદલ અંબિકા ગરબી મંડળ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળાઓ અને યુવકો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. જેમાં ગઇકાલે પાંચમા નોરતે બાળાઓ દ્વારા સળગતી ઇંઢોળી સાથે રાસ-ગરબા રમવામાં આવ્યા હતાં. તો બીજીતરફ યુવકોએ સળગતા અંગારા વચ્ચે મશાલ રાસ રમ્યા હતાં. જેને નિહાળવા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં. રાત્રીના સમયે સળગતા અંગારા વચ્ચે મશાલ રાસ થકી અદ્ભૂત દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ ઉ5રાંત ગરબી મંડળ દ્વારા ગઇકાલે રાંદલ માતાજીના લોટા તેડવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કડિયાવાડ વિસ્તારની ગરબી મંડળની તમામ બાળાઓ માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાંદલ અંબિકા ગરબી મંડળના પ્રમુખ પિંટુભાઇ નાનાણી સહિતની ટીમ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત જામનગર શહેરના પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં ચાંમુડા ગરબી મંડળમાં પણ ગઇકાલે બાળાઓ દ્વારા સળગતી ઇંઢોળીનો રાસ યોજાયો હતો. આ ઉપરાંત અહીં યુવક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માસ્ક પહેરી ગરબા રમવામાં આવ્યા હતાં. દરવર્ષની જેમ આ વર્ષે પણ અહીં ગરબી મહોત્સવ યોજાઇ રહ્યો છે. જેમાં સળગતી ઇંઢોળી સાથેનો રાસ તેમજ વડાપ્રધાન બનેલ યુવક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular