પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે હાપા – બિલાસપુર, પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનમાં વધારાના કોચ જોડવા નિર્ણય કરાયો છે.
રાજકોટ ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન નં.22939/22940 હાપા – બિલાસપુર ટ્રેનમાં વધારાનો એક થર્ડ એસી કોચ તથા એક સેક્ધડ સ્લીપર કોચ જોડવામાં આવશે. આ કોચ હાપાથી 25 ડિસેમ્બરથી તથા બિલાસપુરથી તા.27 ડિસેમ્બરથી જોડવામાં આવશે. આ ઉપરાંત ટ્રેન નં.19016/19015 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનમાં એક વધારાનો થર્ડ એસી કોચ તથા બે સેક્ધડ સ્લીપર કોચ જોડવામાં આવશે. આ વધારાના કોચ પોરબંદરથી 26 ડિસેમ્બરથી તથા મુંબઇ સેન્ટ્રલ થી 25 ડિસેમ્બરથી જોડવામાં આવશે.
આ ઉપરાંત ઓખા-વારાણસી તથા ઓખા – જયપુર ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા શરૂ કરવામાં આવી છે. ટ્રેન નં.22969/22970 ઓખા વારાણસી એકસપ્રેસમાં 30 ડિસેમ્બરથી ઓખાથી તથા 1 જાન્યુઆરીથી વારાણસીથી પેન્ટ્રી કાર કોચ તથા ટ્રેન નં.19573/19574 ઓખા-જયપુર ટ્રેનમાં 3 જાન્યુઆરીથી ઓખાથી તથા 4 જાન્યુઆરીથી જયપુરથી પેન્ટ્રી કાર કોચ લગાડાશે.