કલ્યાણપુર તાલુકાના રાવલ બસ સ્ટેન્ડ પાસેથી રાત્રિના સમયે જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરી, ચિચિયારીઓ પાડી અને જાહેર શાંતિ અને વ્યવસ્થામાં અડચણરૂપ થવા સબબ કલ્યાણપુર પોલીસે રાવલ વિસ્તારમાં રહેતા વિજય નગાભાઈ વાઘેલા, દિવ્યેશ પરબતભાઈ વાઘેલા અને રાહુલ જીવાભાઈ જાદવ નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, આ શખ્સો સામે જી.પી. એક્ટની કલમ 110 તથા 117 મુજબ ગુનો નોંધ્યો છે.
કલ્યાણપુર તાલુકાના હનુમાનધાર રાવલ વિસ્તારમાં રહેતાં લાખા કરસન ગામી નામના 40 વર્ષના કોળી યુવાનને રાત્રિના સવા બાર વાગ્યે આ વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 75 હજારની કિંમતની મોટરકાર નંબર જી.જે. 25 એ.એ. 7727માં બેસીને નીકળતા ઝડપી લઇ, તેની સામે કલમ 185 મુજબ ગુનો નોંધ્યો છે.
આ જ રીતે રાવલના જલારામ નગર વિસ્તારમાં રહેતા દિપક નાથા સોલંકી નામના 35 વર્ષના કોળી યુવાનને ગરબી ખાતેથી રૂપિયા 15 હજારની કિંમતના જી.જે. 25 કે. 6880 નંબરના મોટરસાયકલ ઉપર કેફી પીણું પીધેલી હાલતમાં તથા આ જ વિસ્તારમાં રહેતા કમલેશ હીરા જમોડ નામના 25 વર્ષના યુવાનને ગરબી ચોક ખાતે રૂપિયા 14 હજારની કિંમતના જી.જે. 10 સી.બી. 7297 નંબરના મોટરસાયકલ ઉપર પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લીધો હતો. ઉપરાંત રાવલ ખાતે રહેતા રમેશ લાખા કાગડીયા નામના 25 વર્ષના યુવાનને હનુમાનધાર ખાતેની ગરબી વિસ્તારમાંથી રાત્રે સાડા દશ વાગ્યે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 12 હજારની કિંમતના જી.જે. 10 એ.એસ. 9868 નંબરના મોટર સાયકલ પર નીકળતાં ઝડપી લઇ, તેની સામે કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.