જામનગર શહેરના દરબારગઢ ગેટ પાસે સપ્તાહ પૂર્વે સાંજના સમયે ઇદ-એ-મિલાદના ઝુલુસ દરમ્યાન ‘સર તન સે જુદા’, ‘નબે નબે નબે અસુલ અલ્લાહ નબે નબે નબે’ના નારા લગાવી મોબાઇલ ફોનમાં વિડિયો બનાવી સોશિયલ મિડિયામાં અપલોડ કરી જાહેર જનતામાં ભય અને ગભરાટ ફેલાવવા સાત જેટલાં શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગેની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગત્ તા. 04ના રોજ સાંજના સમયે દરબારગઢ ગેટ પાસે ઇદ-એ-મિલાદ તહેવારના ઝુલુસ દરમ્યાન ‘સર તન સે જુદા’, ‘નબે નબે નબે અસુલ અલ્લાહ નબે નબે નબે’ના નારા લગાવી મોબાઇલ ફોનમાં વિડિયો બનાવી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક ઉપર અપલોડ કરી જ્ઞાતિઓ અને કોમો વચ્ચે દુશ્મનાવટ, ધિક્કાર અથવા દ્વેષલાગણીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી સાર્વજનિક બગાડ થાય તેવા કથનો કરી જાહેર જનતામાં ગભરાટ અને ભય પેદા કરવાના આશયથી, ‘સર તન સે જુદા’ કરી મારી નાખવાની ધમકીઓ આપી હોવાના વિડિયોના આધરે પીઆઇ એન. એ. ચાવડા તથા સ્ટાફે મોહસીનખાન સલીમખાન પઠાણ, બિલાલ હાસમ નોઇડા, ઇમરાન સીદીક કુરેશી, યુનુસ હારૂન કુરેશી, સાહિલ નોઇડા, અલ્તાફ શેખ, સાહિલ બાઉદીન બેલીમ સહિતના સાત શખ્સો વિરૂઘ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)(એ)(બી), 353(1)(બી) અને 351(3) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram


