
જામનગર શહેરમાં દિવસેને દિવસે કથળતી જતી ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે પોલીસ અધિક્ષક દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરમાં જાહેર કરાયેલા વન વેમાં રોંગસાઈડમાં બેરોકટોક વાહનચાલકો પસાર થતા હોય છે. પોલીસ દ્વારા અવાર-નવાર ચેતવણી અને સુચનાઓ તથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતા વાહનચાલકો પોલીસની અવગણના કરી વનવેમાંથી બેખોફ પસાર થતા હોય છે અને પોલીસનો ભય ન હોય તેમ બિંદાસ વન વેમાંથી વાહન લઇને નિકળી જતા હોય છે. ખબર ગુજરાત દ્વારા વનવેમાંથી પસાર થતા વાહનચાલકોને પ્રશ્ર્નોતરી કરવામાં આવી હતી. તેમાં પણ વાહનચાલકોના જવાબ આશ્ર્યર્ચજનક રહ્યા હતાં. દરમિયાન ગઈકાલે જામનગર પોલીસ દ્વારા લાલ બંગલાથી તુલસી હોટલ તરફના વન વેમાં જ્યાંથી પ્રવેશ થાય છે ત્યાં પોલીસ દ્વારા બેરીકેટ રાખવામાં આવી છે તેમ છતાં આ રસ્તા પરથી ટુ વ્હીલર વાહનચાલકો બિંદાસ્ત નિકળતા હોય છે. પોલીસે આ વનવેમાંથી પસાર થતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અનેક યુવતીઓ પણ બાકાત રહ્યા નથી.