પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવા અંગેના કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર દ્વારકાધીશ ગેસ્ટ હાઉસના સંચાલક વિરુધ્ધ જામનગર એસઓજી દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, તોસિફભાઈ તાયાણી દ્વારા જામનગરના કે.વી. રોડ સિધ્ધનાથ કોમ્પલેક્ષ પાસે આવેલ શ્રી દ્વારકાધીશ ગેસ્ટહાઉસમાં તપાસ કરતા આ ગેસ્ટ હાઉસના સંચાલક જીનેન ભગવાનજી શાહ દ્વારા બેદરકારી દાખવી પથિક સોફટવેરમાં પોતાના ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની એન્ટ્રી ન કરી કલેકટર અને જિલ્લા મેજીસ્ટે્રટના પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવાના જાહેરનામાનો ભંગ કર્યો હોય. સિટી બી ડીવીઝનમાં શ્રી દ્વારકાધીશ ગેસ્ટ હાઉસના સંચાલક જીનેન ભગવાનજીભાઇ શાહ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.


