જામજોધપુર ગામમાં રહેતાં અને કેબલના સંચાલક દ્વારા ગેરકાયદેસર ચેનલનું પ્રસારણ કરાતું હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં કોર્ટ સામે આઈફોન પ્લાઝમાં બીજા માળે ઓફિસ ધરાવતા લખન જગદીશસિંહ જાડેજાની ગુરૂકૃપા કેબલ એન્ડ ઈન્ટરનેટ દ્વારા સ્ટાર ઈન્ડીયા પ્રા.લિ.નું કોઇ લાયસન્સ લીધું ન હતું. અને લાયસન્સ ન હોવા છતા અધિકૃત સીગ્નલ કે ચેનલનું પ્રસારણ કરવાનું નકકી કરેલ નથી. એટલે કે સ્ટાર ઈન્ડિયા અને ગુરૂકૃપા કેબલ વચ્ચે કોઇ કરાર થયો ન હોવા છતાં ગુરૂકૃપા કેબલ દ્વારા સ્ટારની ચેનલોનું પ્રસારણ કરવામાં આવતું હોવાનું જણાતા કંપનીના ઈન્વેસ્ટીગેટર દિપકકુમાર કુશ્વાહ દ્વારા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે પીઆઈ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે લખન વિરૂધ્ધ કોપીરાઈટ એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.