Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસગીરા ઉપર બળાત્કારના પોકસોના કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર

સગીરા ઉપર બળાત્કારના પોકસોના કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર

જામનગર પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં બનેલ એક બનાવમાં સગીરાને આરોપીઓ દ્વારા અલગ અલગ રીતે લલચાવી ફોસલાવી તેમજ પૈસાની લાલચ આપી જુદા જુદા દિવસ તથા સમયે અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવા સંબંધે જામનગર પંચકોશી એ ડીવીઝન પોલીસ દ્વારા આઈપીસી કલમ 376 (2) (એન), 376(3), 114 તથા પોકસો એકટ કલમ 4, 6, 12, 7 મુજબ ગુનાના કામે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં. તે પૈકી નાથાભાઈ વાશાભાઈ માટીયા દ્વારા જામનગર એડીશનલ સેશન્સ જજ એ.એ.વ્યાસ દ્વારા આરોપી નાથાભાઇની જામીન અરજી નામંજૂર કરી છે.

- Advertisement -

આ કેસમાં ભોગ બનનારાના વાલી મુળ ફરિયાદી તરફે વકીલ ધર્મેશ એચ. ગોંડલિયા, રવિરાજસિંહ કે. સોઢા તથા વિમલ એ. ચૌહાણ તથા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ કે. ભંડેરી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular