જોડિયાના બાલંભા ગામે ત્રણ વર્ષ પહેલાં યુવતી પર બળાત્કાર ગુજારનાર આરોપી કમલેશ અમૃતપરી ગોસ્વામીને પોકસો અને આઈપીસીની કલમો હેઠળ દશ વર્ષની સજા ફટકારાઈ છે.
આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી ભોગ બનનાર સાથે આ કામના આરોપી કમલેશ અમૃતપરી ગોસ્વામીએ તા.11-9-2018 ના રોજ બાલંભા ગામના ધણચોકમાં પહોંચતા આરોપીએ ભોગ બનનારને રસ્તામાં ઉભી રાખી અને બાજુમાં આવેલ વાડામાં લઇ જઈ ભોગ બનનારને કહેલ કે તું કોઇની સાથે સગાઈ કરીશ કે લગ્ન કરીશ તો સારાવાટ નહીં રહે તેમ કહી ભોગ બનનારને મોઢે હાથથી ડુચો દઇ બળજબરીપૂર્વક ભોગ બનનારની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી આ વાત કોઇને કહીશ તો પતાવી દઇશ તેવી ધમકી આપી હતી અને જતો રહ્યો હતો. તે બાબતની જોડિયા પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ 376, 506(2), પોકસો કલમ 4, 6 મુજબની ફરિયાદ કરી હતી. જે કેસ સ્પેશિયલ કોર્ટમાં કે.આર. રબારીની કોર્ટમાં ચાલી જતાં પોકસો કેસ નં. 47/18 માં આરોપીને તકસીરવાન ઠરાવી આઈપીસી કલમ 376 મુજબ 10 વર્ષની સજા અને 506(2) મુજબ 3 વર્ષની સજા પોકસો કલમ 4 મુજબ 7 વર્ષની સજા તથા પોકસો કલમ 6 મુજબ 10 વર્ષની સજા તથા તમામ કલમમાં રૂા.1000 નો દંડ અને દંડ ન ભરે તો તમામના 30 દિવસની વધુ સજા તેવો હુકમ સ્પેશિયલ કોર્ટમાં કે.આર. રબારીએ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયેલ હતાં.