Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરફર્લો પર નાસતો ફરતો હત્યાનો આરોપી પોરબંદરમાંથી ઝડપાયો

ફર્લો પર નાસતો ફરતો હત્યાનો આરોપી પોરબંદરમાંથી ઝડપાયો

ફર્લો રજા પર પોલીસને થાપ આપી નાસતો ફરતો : પેરોલ ફર્લો સ્કવોડે પોરબંદરમાંથી દબોચ્યો

- Advertisement -

દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં 1999ની સાલમાં નોંધાયેલા હત્યાના કેસમાં આજીવન કેદની સજાનો આરોપી પેરોલ પર જમ્પ કર્યા બાદ નાસતો ફરતો હતો. આ આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે પોરબંદરથી દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999માં નોંધાયેલા ચકચારી હત્યા કેસમાં વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામનો કેદી નંબર 78849 સબીરમીયા અજીજમીયા સૈયદ બુખારી નામનો શખ્સ 2 જુનથી ફર્લો રજા ઉપર જમ્પ લઇને નાસતો ફરતો હતો. આ આરોપી અંગેની જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના ધર્મેન્દ્ર વૈષ્ણવ, કાસમ બ્લોચ, ભરત ડાંગરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસ.ગરચર, એએસઆઈ ગોવિંદ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. મહિપાલ સાદિયા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ અને એલસીબીના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે પોરબંદરમાંથી હત્યાના આરોપી સબીરમીયાને દબોચી લઇ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular