Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાના ગુનાનો 21 માસથી નાસતો ફરતો પાકા કામનો આરોપી ઝડપાયો

ખંભાળિયાના ગુનાનો 21 માસથી નાસતો ફરતો પાકા કામનો આરોપી ઝડપાયો

ઉજ્જૈન ખાતેથી આરોપીને દબોચી લેતી એલસીબી પોલીસ

- Advertisement -

ખંભાળિયા પંથકમાં આજથી આશરે બે વર્ષ પૂર્વે મધ્યપ્રદેશના ઉજ્જૈન તાલુકાના નાગડા ગામે રહેતા અનવર અલી રહેમતઅલી સૈયદ નામના શખ્સ સામે અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે સંદર્ભેનો કેસ અહીંની અદાલતમાં ચાલી જતા નામદાર અદાલત દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી, જેલ હવાલે કરવા માટેનો હુકમ કરાયો હતો. જામનગર જિલ્લા જેલમાં રહેલા ઉપરોક્ત પાકા કામના આરોપીને તારીખ 13 મે 2021 ના રોજ વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. આ આરોપીને ત્રણ માસના સમયગાળા દરમિયાન પુન: હાજર થવાનો પણ હુકમ થયો હતો. પરંતુ જેલમાં હાજર ન થતાં તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ શખ્સ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અંતર્ગત પી.આઈ. કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવતા પોલીસ કર્મીઓએ તકેદારી અને પૂરતી માહિતી સાથે ઉજ્જૈનના નાગદા પોલીસ સ્ટાફને સાથે રાખી અને ઉપરોક્ત શખ્સની પોતાના વતનમાંથી અટકાયત કરી હતી.

બાદમાં આ શખ્સને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ શખ્સ સામે નાગદા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, પ્રદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, ગોવિંદભાઈ કરમુર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular