જામનગર સિટી એ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના કેસમાં એક શખ્સને રૂા.2,05,000 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી એ પોલીસ સ્ટેશનના હેકો દેવાયતભાઈ કાંબરિયા, જીતેન્દ્રસિંહ જાડેજા તથા વિક્રમસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચના તથા પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શના હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા પો. હેે.કો. મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, દેવાયતભાઈ કાંબરિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, પો.કો. પ્રવિણભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ સોઢા તથા વિક્રમસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા બાતમીના આધારે અભય ઉર્ફે અભિ રાજેશ ઉર્ફે રમેશ કુંવરીયા નામના શખ્સને મોહનનગર ઢાળિયા પાસે આવેલ માલધારી હોટલ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના ઘરેણા વેચેલના પોતાના ભાગે આવેલ રૂા.50 હજારની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન જયરાજસિંહ નવલસિંહ કંચવા, ફૈઝલ હાજી સુંઘરા તથા અન્ય એક કિશોર પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના ઘરેણાં વેચી પોતાના ભાગે આવેલ રોકડા રૂા.1,55,000 મળી કુલ રૂા.2,05,000 સાથે ઝડપી સોનાના વેચાણ કરેલ રૂપિયા કબ્જે કર્યા હતાં.