જામનગર જિલ્લા જેલમાં મારામારીના ગુનામાં જેલમાં રહેલ કાચા કામનો શખ્સ જામીન પરથી ફરાર થયા બાદ છેલ્લાં 14 મહિનાથી નાસતો ફરતો હોય જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે રૂપેણ બંદર ખાતેથી પકડી પાડી જેલ હવાલે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા જેલમાં મારામારીના ગુનામાં જેલમાં રહેલ કાસમ દાઉદ મકવાણા નામનો શખ્સ વચગાળાના જામીન પરથી છૂટયા બાદ છેલ્લાં 14 માસથી નાસતો ફરતો હતો દરમિયાન જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના સલીમ નોયડા, ગોવિંદ ભરવાડ, કાસમ બ્લોચ અને ભરત ડાંગરને સંયુકત બાતમીના આધારે પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ. ગરચર તથા આર.એસ. સુવા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, હે.કો. લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમભાઈ બ્લોચ, રણજીતસિંહ પરમાર, કરણસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર તથા પો.કો. મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફ દ્વારા દ્વારકાના રૂપેણ બંદર મુબાળા કાંઠેથી કાસમ દાઉદ મકવાણાને દબોચી લઇ જામનગર જિલ્લા જેલમાં પરત સોંપવા અંગે કાર્યવાહી હાથ ધરી હતી.