Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરના રાજમાર્ગો પર વધતા જતાં અકસ્માતો

જામનગરના રાજમાર્ગો પર વધતા જતાં અકસ્માતો

- Advertisement -

જામનગર શહેરના રાજમાર્ગો પર બેફામ વાહન ચલાવતા ચાલકો રાહદારીઓને અને અન્ય બાઈકસવારોને ઠોકરે ચડાવી અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને પંડિત નહેરૂ માર્ગ તથા જોગસપાર્ક, ડી.કે.વી. સહિતના વિસ્તારોમાં ચાલકો બેફામ બની તેના વાહનો ચલાવતા હોય છે અને રાહદારીઓને હડફેટે લેવાની ઘટનાઓ બનતી જાય છે. ત્યારે ગતરાત્રિના સમયે બેડી બંદર રોડ પર આવેલા રોયલ પ્લાઝા એપાર્ટમેન્ટમાંથી બહાર નિકળતી કારે મેઈન રોડ પર જતાં બાઈકસવારને ઠોકર મારી ડીવાઈડર તોડી નાખ્યું હતું. અકસ્માતમાં બાઈકસવારને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સ્થળે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતાં. પોલીસ વિભાગ દ્વારા શહેરના માર્ગો પર બેફામ અને પૂરઝડપે વાહનો ચલાવતા ચાલકો સામે કડક અને નિયમિત કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular