Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં કચરાની ગાડી અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત

Video : જામનગરમાં કચરાની ગાડી અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત

કચરાની ગાડીના ચાલકે એકાએક બ્રેક મારતા પાછળ આવતી બસ અથડાઈ : સદનસીબે જાનહાની ટળી

જામનગર મહાનગરપાલિકાની કચરાની ગાડીના ચાલકે રસ્તા વચ્ચે એકાએક બ્રેક મારતા પાછળથી આવતી સ્કૂલબસ કચરાની ગાડી સાથે અથડાતા અકસ્માત થયો હતો. જો કે, સદનસીબે સ્કૂલબસમાં સવાર 30 બાળકોને કોઇ ઈજા થઈ ન હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો ઉપાડવાના વાનના ચાલકો બેફીકરાઈથી વાહન ચલાવતા હોય છે. જેના કારણે અવાર-નવાર અકસ્માત થતા રહે છે. દરમિયાન આજે સવારે કચરાની વાન જીજે-10-ટીએકસ-2759 નંબરની ગાડીનો ચાલક ડીકેવી સર્કલ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન એકાએક બ્રેક મારતા પાછળથી આવતી ખાનગી સ્કૂલ બસ કચરાની વેન સાથે અથડાતા અકસ્માત થયો હતો. જો કે સદનસીબે બસમાં બેસેલા 30 બાળકોને ઈજા પહોંચી ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular