Sunday, December 22, 2024
Homeરાજ્યગોંડલમાં રેવન્યુ તલાટીને લાંચ લેતાં ઝડપી લેતું એસીબી

ગોંડલમાં રેવન્યુ તલાટીને લાંચ લેતાં ઝડપી લેતું એસીબી

તાલુકા સેવાસદન કચેરીમાં જ એસીબીએ છટકું ગોઠવ્યું : ગામ નમુનામાં નોંધ પડાવવા લાંચની માંગણી

- Advertisement -

- Advertisement -

રાજકોટ જિલ્લાના ગોંડલમાં તાલુકા સેવા સદનમાં રેવન્યુ તલાટી વર્ગ-3ના સરકારી કર્મચારીને રાજકોટ એસીબીની ટીમે રૂા.1800ની લાંચ લેતાં ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલી તાલુકા સેવાસદન સરકારી ઓફિસમાં રેવન્યુ શાખામાં તલાટી તરીકે ફરજ બજાવતાં વર્ગ-3ના મનીલ શૈલૈષ ચાવડા નામના કર્મચારીએ એક નાગરિકે 4 નોંધો ગામ નમુના-2 હકકપત્રકે નોંધ પડાવા માટે મનીલને આપ્યા હતાં. આ નોંધ થયા અંગેનો નમુનો આપવા માટે નાગરિક પાસેથી રૂા.1800ની લાંચની માંગણી કરી હતી. આ સંદર્ભે નાગરિકે રાજકોટ એસીબી મદદનીસ નિયામકમાં અરજી કરતાં મદદનીસ નિયામક એ.પી.જાડેજાની સુચનાથી પીઆઇ એમ.એમ.સરવૈયા તથા સ્ટાફે છટકું ગોઠવીને રાજકોટ જિલ્લાના ગોંડલમાં તાલુકા સેવા સદન કચેરીની રેવન્યુ શાખામાં ફરજ બજાવતાં વર્ગ-3ના રેવન્યુ તલાટી મનીલ ચાવડાને રૂા.1800ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular