જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ પાસે આવેલા નવતનપુરીધામ ખીજડા મંદિરમાં રહેતાં સગીરનું અજાણ્યો શખ્સો અપહરણ કરી લઇ ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહરેમાં ખંભાળિયા ગેઈટ પાસે આવેલા ભંગારવાડી શેરીમાં આવેલા શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરમાં રહેતાં એક સગીર બાળકને ગત તા.28 ના રોજ સવારના સમય દરમિયાન અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે પ્રદિપસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ.ચાવડા તથા સ્ટાફે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.