જામજોધપુર તાલુકામાં છેલ્લા બે માસથી આધાર કાર્ડની કામગીરી બંધ હોય, લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે.
આધાર કાર્ડ અપડેટ વગર ખેડૂતોને અગત્યની જરુરીયાત સમાન પીએમ કિસાન યોજનામાં અપડેટ નથી થતું આ ઉપરાંત વૃધ્ધ પેન્શન, વિધવા પેન્શન જેવી યોજનામાં આધાર કાર્ડ અપડેટ ન થતાં પેન્શન બંધ થઇ જાય છે. આવા અનેક કામો તથા યોજનામાં આધાર કાર્ડ વગર લોકોના કામો અટકી જાય છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકો કામધંધા છોડી આધાર કાર્ડ કઢાવવા જાય છે. ત્યારે કામગીરી બંધ હોવાનો જવાબ મળે છે. જેના કરણે નાગરિકોમાં રોષની લાગણી છવાઇ છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા જતાં તંત્ર દ્વારા કોઇ નિરાકરણ કરવામાં આવતું નથી. આથી જાગૃત નાગરિક હરેશ ચિત્રોડા દ્વારા આધાર કાર્ડની કામગીરી ચાલુ કરી લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માગણી કરી છે.