જામનગર શહેરમાં જનતા ફાટક નજીક આવેલી હોટલ પાસે યુવક ઉપર બે શખ્સોએ બોલાચાલી અને ઝઘડો કરી લોખંડના પાઈપ વડે માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડીમાં રહેતો રાજેન્દ્રસિંહ હરીસિંહ રાઠોડ (ઉ.વ.20) નામનો યુવક શનિવારે રાત્રિના સમયે જનતા ફાટક નજીક આવેલી હોટલ પાસે ચા પીતો હતો ત્યારે નિલેશ ડાંગર અને જયદીપ લગારિયા નામના બે શખ્સોએ આવીને યુવકને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. તેમજ લોખંડના પાઈપ વડે માથામાં અને આંખમાં માર માર્યો હતો. તથા ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણના આધારે પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ બે શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતાં.