Thursday, March 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવતી ઉપર બે કૌટુંબિકો દ્વારા હુમલો કરી ધમકી

જામનગર શહેરમાં યુવતી ઉપર બે કૌટુંબિકો દ્વારા હુમલો કરી ધમકી

- Advertisement -

જામનગર શહેરમાં ખોજાનાકા પાસે રહેતી યુવતીને તેણીના જ બે કૌટુંબિક ભાઇઓ દ્વારા ઢીકાપાટુનો માર માર્યા બાદ ઘરે જઈ યુવતી તથા તેની માતા અને દાદી ઉપર હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ખોજાનાકા બહાર આવેલા ટીટોડીવાડી વિસ્તારમાં રહેતી ફિરદોશબેન જાવીદભાઈ બ્લોચ નામની યુવતી તેમના કૌટુંબિક ભાઈના ઘરે ગઈ હતી. તે દરમિયાન પિતરાઈએ યુવતીને ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને અમે ગમે તેના સાથે ફ્રેન્સશીપ રાખીએ તારે શું છે? તેમ કહી માર માર્યો હતો. ત્યારબાદ યુવતી તેણીના ઘરે જતી રહેતા આબીદ યુનુસ બ્લોચ અને સાજીદ ઉર્ફે દંતો યુનુસ બ્લોચ નામના બંને ભાઈઓએ યુવતીના ઘરે જઈ યુવતીને ાર મારવા લાગ્યા હતાં. જેથી યુવતીની માતા પુત્રીને બચાવવા વચ્ચે પડતા તેના ઉપર લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચી હતી તેમજ યુવતીની દાદીને પણ ઢીકાપાટુનો માર મારી યુવતીને પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવતી દ્વારા જાણ કરાતા હેકો પી જી જાડેજા તથા સ્ટાફે બે ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular