Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયરિલ્સના ચક્કરમાં યુવતીએ ગુમાવ્યો જીવ...!!!

રિલ્સના ચક્કરમાં યુવતીએ ગુમાવ્યો જીવ…!!!

સોશિયલ મીડિયાનો વપરાશ વધી રહ્યો છે ત્યારે આજના યુવાનો, બાળકો અને વૃધ્ધો પણ રિલ્સના રવાડે ચડી જતા જોવા મળે છે. તેમાં પણ આજની યુવા પેઢી તો ખાસ દરેક મુડને કેપ્ચર કરીને રિલ્સ બનાવવામાં માને છે. કેટલાંય સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરને આપણે જોઇએ છીએ જે પોતાની દિનચર્યા આપણી સાથે શેર કરતા હોય છે અને રિલ્સ બનાવતા જોવા મળે છે ત્યારે કેટલાંક કિસ્સાઓ એવા પણ હોય છે જેમાં યુવાન હૈયાઓ પોતાની લાગણી અનુસાર નવી – નવી રિલ્સ બનાવે છે. ત્યારે પ્રેમીઓ વચ્ચે જ્યારે વિવાદ કે નારાજગી હોય ત્યારે સેડ સોન્ગસ પર રિલ્સના ઢગલા જોવા મળે છે.

- Advertisement -

તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો જેમાં એક યુવતી જેનું દિલ તૂટી ગયું હતું અને તેે સેડ સોન્ગ પર રિલ બનાવવા માટે 13મા માળે પહોંચે છે રિલ્સ બનાવતા અચાનક તેનો પગ લપસી જાય છે અને તેણી પોતાનો જીવ ગુમાવે છે આ કિસ્સો બેંગ્લુરૂના પરપ્પાના અગ્રાહારા વિસ્તારમાં એક નિર્માણાધિન ઈમારતના 13મા માળેથી પડી જવાથી 20 વર્ષિય યુવતીનું મૃત્યુ થાય છે. સોશિયલ મીડિયા રીલ શુટ કરવાનો પ્રયાસ કરી રહી હતી તેવું જાણવા મળ્યું હતું. જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર મહિલા મિત્રોના જુથ સાથે પોતાના ગુ્રપમાં મોડી રાત્રે પાર્ટી માટે બિલ્ડિંગમાં ગઈ હતી.

આ વિવાદ પ્રેમ સંબંધી મુદ્દાને કારણે થયો હોવાનું કહેવાય છે. તણાવ વચ્ચે છોકરી ‘ઉદાસી રીલ’ બનાવવા જાય છે અને આકસ્મિક રીતે લિફટ શાફટની જગ્યામાં પડી ગઈ હતી. છોકરી એક શોપિંગ માર્ટમાં કામ કરતી હતી અને મુળ બિહારની હતી ઘટના પછી તેના મિત્રો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતાં ત્યારે ડીસીપી, દક્ષિણ પુર્વ ફાતિમાએ કહ્યું કે, ‘હા, તેઓ બિલ્ડિંગમાં પાર્ટી કરી રહ્યા હતાં. ખાદમાં તેઓ રીલ રેકોર્ડ કરવા માટે ટેરેસ પર ગયા. અને છોકરી લપસી ગઈ અને તેનું મૃત્યુ થયું. હાલમાં અમને ખબર નથી કે કોઇ સંબંધ-સંબંધિત સમસ્યાને કારણે આ બન્યું છે બધુ તપાસ હેઠળ છે. યુડીઆર હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular