લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતો અને ડ્રાઈવિંગ કરતા યુવાને રીલાયન્સ ટાઉનશીપના ગેઈટ પાસે પાર્ક કરેલું રૂા.35000 ની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર ગામના જોગવડમાં રહેતાં દિલીપભાઈ ભીખાભાઈ સોઢા નામના યુવાનને તેના ઘર નજીક આવેલા રીલાયન્સ ટાઉનશીપના ગેઈટ પાસેના પાર્કિંગમાં પાર્ક કરેલી રૂા.35,000 ની કિંમતની જીજે-07-સીપી-6742 ની હોન્ડા બાઈક રવિવારે મકરસંક્રાંતિના દિવસે દિવસ દરમિયાન અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરાતા હેકો એલ. જી. જાડેજા તથા સ્ટાફે દિલીપભાઈના નિવેદનના આધારે બાઈકચોરીનો ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.